Bravelife Inc.

Bravelife Inc.
તમે માનો છો એટલું આ દુનિયામાં કંઈ અઘરું પણ નથી...(અંગ્રેજી પણ...) - Bravelife Inc

Sunday, February 20, 2011

Singular Vs Plural -- એકવચન વિ. બહુવચન


આ ચેપ્ટર બહુ મજાનું છે. (એનો મતલબ એમ નથી કે બીજા ચેપ્ટર નાખી દીધા જેવા છે.)
અહી આપણે સૌપ્રથમ અંગ્રેજી નામોની(Nouns) વાત કરવાની છે.


અંગ્રેજીમાં નામો(Nouns) બે પ્રકારના છે,(જો કે બધી ભાષામાં નામો બે પ્રકારના જ હોય છે).
એક ગણી શકાય તેવા(Count) અને બીજા ના-ગણી શકાય તેવા(Non-count).
ગણી શકાય એટલે કેવા...??? જેમ કે... Elephant -હાથી  [હાથીને ગણી શકાય છે...એક હાથી, બે હાથી વગેરે...(જેમકે કોઈ કહે ને કે મેં જંગલ માં ૨૦ હાથી જોયા હતા.)]
ના-ગણી શકાય એટલે કેવા...??? જેમ કે... Milk-દૂધ [હવે, દૂધ ને ગણી ના શકાય... એક દૂધ, બે દૂધ વગેરે...(જેમ કે એમ ના કહી શકાય કે મેં આજે સવારે ૩ દૂધ પીધું હતું. હા, ચોક્કસ એમ કહી શકાય કે મેં આજે ૨ ગ્લાસ દૂધ પીધું હતું.)]


આ ઉપરની વસ્તુ સમજાવવા પાછળનો હેતુ એકદમ સામાન્ય છે, જુઓ... જે ગણી શકાય તે જો એકવચન હોય તો તેને બહુવચનમાં ફેરવી શકાય. પણ જેને તમે ગણી જ નથી શકતા તેને તમે બે કે ત્રણ વચનમાં કેમ ફેરવી શકો???
જેમ કે...પ્રાણી(Animal) (પ્રાણી ને ગણી શકાય એટલે જો તે તમારી સામે એક જ હોય અને બીજું ક્યાંકથી આવે તો તમે કહો કે મેં બે પ્રાણી જોયા. પણ એ પ્રાણીને જોઇને તમને પાણી(Water) આવી જાય તો એ પાણી ને તમે ગણી ના શકો એટલે તેનું બહુવચન પણ શક્ય નથી.)

સમજાયું??(Understood??) સીધી વાત છે જેને ગણી શકાય તેને બહુવચનમાં ફેરવી શકાય પણ જેને ગણી જ નથી શકાતા તેને બહુવચનમાં ફેરવીને પણ તમે કંઈ કાઢી ના લ્યો. (અને છતાય તમને પ્રયોગ(Practical) કરવાની ખંજવાળ આવતી જ હોય તો કરી લેવો... એમાં કંઈ ખોટું નથી... કંઈક શીખવા મળશે.)

હવે આ મગજમારી માંથી થાક્યા હોય તો(જો કે મને ખબર છે કે તમે થાકો કે કંટાળો આવે તેવા સાવ વેવલા નથી....) ચાલો હવે થોડા એકવચનમાંથી બહુવચન કરવાના નિયમો(Rules) જોઈએ.


1. જેવી રીતે ગુજરાતીના કોઈ પણ નામોનું બહુવચન કરતી વખતે માત્ર નામને છેડે ''ઓ'' મૂકી દેવાથી કામ પતી જાય છે બસ તેવી જ રીતે અંગ્રેજીમાં પણ માત્ર "s" મૂકી દેવાથી મોટા ભાગનું કામ પતી જાય છે.
દા.ત. ગુજરાતી નામ : મેદાન - મેદાનો (મેદાન+ઓ)
દા.ત. અંગ્રેજી નામ : Ground - Grounds (Ground+s)


Let's see some more examples...ચાલો થોડા વધુ ઉદાહરણો જોઈએ...(વધુ એટલા માટે, કારણ કે મને ખબર છે કે આપણને એક-બેથી તો પેટ નથી જ ભરાતું.)
Computers | Pills | Chargers | Phones | TVs | DVDs | Rings | Chairs | Windows | Rocks | Bills | Players | Games | CDs | Pillows | Shoes | Pictures | Hands | વગેરે વગેરે...(etc.)


ઉપરના અંગ્રેજી શબ્દોનું હું અહી ગુજરાતી નથી કરતો કારણ કે મને લાગે છે કે તમે એટલા તો હોશિયાર છો જ કે તમે મારી-મચડીને એટલું તો ભેગું કરી જ લેશો.


હવે થોડા નિયમો પછી જાણીશું, પહેલા અહી આપેલું લીસ્ટ ચેક કરી જાવ. તમને મજા આવશે. અહી એવા શબ્દોનું લીસ્ટ છે કે જેનો સમાવેશ નિયમોમાં નથી થતો.
અહી ક્લિક કરો. - અનિયમિત ૧૦૦ શબ્દોની યાદી