Bravelife Inc.

Bravelife Inc.
તમે માનો છો એટલું આ દુનિયામાં કંઈ અઘરું પણ નથી...(અંગ્રેજી પણ...) - Bravelife Inc

Tuesday, January 11, 2011

These/Those

છેલ્લે આપણે This/That નામનું ચેપ્ટર જોઈ ગયા... આશા રાખું કે તમોને મજા આવી જ હશે. તમારા અમૂલ્ય પ્રતિભાવો (Feedbacks) મને વધુ મજબુત અને મારા કામ પ્રત્યે વધુ સમર્પિત બનાવે છે.

તો ચાલો આપણે આજે નવા ચેપ્ટર પર જઈએ.
અને નવા ચેપ્ટરનું નામ છે... ''These / Those''.
સૌથી પહેલા એક આસાન વાત કહી દવ કે These એ This નું બહુવચન છે, અને Those એ That નું  બહુવચન છે. (બહુવચનમા તો ખબર પડે ને! જો તમારે એક કરતા વધારે બહેનપણી કે બહેનપણાં હોય તો એ બધા બહુવચનમા છે તેમ સમજવું.)


એટલે એમ કે...
This is a girl. (અહી a girl એટલે એક છોકરીની વાત છે. હવે એક છોકરી એટલે એકવચન ખરુંને! એટલે જુઓ વાક્યમાં બધું જ એકવચન છે...this, is વગેરે.)

હવે જો ઉપરના વાક્યમાં ન કરે નારાયણ ને છોકરીઓ વધી જાય તો...
તો.. તો શું... આપણે બેઠા જ છીએ ને બધું જ બહુવચન વર્ઝનમાં ફેરવવા...એક ઘા ને બે કટકા...

This નું These થય જાય
Is નું Are થય જાય
a girl નું girls થય જાય

These are girls.
એ રીતે વાક્યમાં બધું જ બહુવચન સ્વરૂપમાં થઇ જાય... (અરે! આપણે ઘરે જમવાનો પ્રસંગ રાખ્યો હોય અને ૧૦ જણ જમવા આવવાના હોય અને અચાનક નક્કી થાય કે હવે અમે ૨૦ જણ આવવાના છીએ તો કેવી તકલીફ થાય જાય અને સીધું જ જમવાનું ડબલ બનાવવું પડે ને...! બસ આ ડબલ એટલે જ બહુવચન... બે કે બે કરતા વધારે...)

હવે જો આપણે This કે That ની જગ્યાએ તેનું બહુવચન These કે Those નામનું નવું વર્ઝન વાપરતા હોઈએ તો તેની સાથે Is નું પણ બહુવચન વર્ઝન Are પણ આપણે સ્વીકારવું જ પડે.

આવો થોડાક ઉદાહરણ જોઈએ... Let's take some examples...
This is my child. - These are his children. આ તેના બાળકો છે. 
That is my bag. - Those are her bags. પેલી તેની થેલીઓ છે.

(અહી 'his' એટલે તેનું, તેની, તેના, તેનો વગેરે થાય છે, અને માત્ર છોકરા માટે વપરાય છે. છોકરીઓ માટે 'her' નો ઉપયોગ થાય છે.)

ઓકે તો હવે આપણે નવા ચેપ્ટર તરફ જઈએ છીએ...

આમાં કઈ પણ ના સમજાયું હોય તો શરમાયા વગર ૯૩૨૭૮૭૭૫૫૫ પર ફોન કરી દેશો અથવા તો મને પ્રતિભાવમાં લખી મોકલશો આથવા તો ઈ-મેઈલ કરી દેશોજી. ખબર છે ને માગ્યા વગર તો માં'ય પીરસતી નથી.

Wednesday, January 5, 2011

Let's be regular...

ઘણા લાંબા વિરામ બાદ ચાલો હવે ફરી પાછા આપણે એક રોમાંચક શરૂઆત કરીએ....

શેની શરૂઆત ?? 
એવો પ્રશ્ન તો નથી થતો ને...??

અંગ્રેજી શીખવાની જ હોય ને...

અને કદાચ થાય તો'ય... થાય ઈ કરી લેવું...

(વાસ્તવમાં એવું છે કે ડીસેમ્બરના પહેલા અઠવાડિયામાં મારા લગ્ન હતા અને ત્યાર પછીના અઠવાડિયામાં મારા પ્યારા પ્યારા અને વહાલા વહાલા દાદાજીનું દુ:ખદ અવસાન થયું... એટલે મારો નવેમ્બર મહિનો તૈયારીમાં અને ડીસેમ્બર મહિનો ક્રમશઃ એક સુખદ અને du:ખદ પ્રસંગોમાં વીતી ગયો... )

હવે એક નવા જોશ અને સંપૂર્ણ હોંશ સાથે તમોને નવા પાઠ ભણાવવા ફરી પાછી હું એક ઊંડી તૈયારીમાં લાગી ગયો છું... 


મેં એક નક્કર નિર્ણય કર્યો છે કે મારા શોખ ને હું ક્યારેય છોડીશ નહિ... અને શોખ ક્યારેય છૂટી શકતો પણ નથી... એવું કહેવાય છે કે આ દુનિયામાં ડાહ્યું થવું એના કરતા ગાંડુ થવું વધારે સારું છે. અને હું ખરેખર એક ગાંડો છું... એક ઈડિયટ છું.

છતાં તમારો પ્રવાહ જો તુટ્યો હોય તો ભૈલા માફ કરજો...(એવું કહેવાય છે કે માફી માંગવાવાળા કરતા માફ કરવાવાળા મોટા હોય છે...)

અને નો માફ કરવો હોય તો પહેલા કીધું તેમ થાય ઈ કરી લેવું...(અને મને ઈ'ય ખબર છે કે તમારાથી કઈ થાય તેમ પણ નથી....એટલે તો હું બીતો નથી બાપ...)

તો ચાલો હવે બી રેગ્યુલર ઓકે... ડન.