Bravelife Inc.

Bravelife Inc.
તમે માનો છો એટલું આ દુનિયામાં કંઈ અઘરું પણ નથી...(અંગ્રેજી પણ...) - Bravelife Inc

Friday, October 15, 2010

This | That

અંગ્રેજીમાં આ બે શબ્દોને Demonstrative Pronoun(ડિમાન્સ્ટ્રટિવ પ્રોનાઉન) કહે છે અને એનું ગુજરાતી "દર્શક સર્વનામ" એવું થાય છે.

હવે 'દર્શક' એટલે શું? - 'દર્શક' એટલે કે Demonstrative એટલે દેખાડનારું કે બતાડનારું... એટલે કે જે કંઈક 'દેખાડતું' હોય અથવા 'બતાડતું' હોય.

જેમ કે આપણે એમ કહીએ કે 'આ મારો ભાઈ છે' અથવા 'પેલો પુજારી છે'. એટલે કે પેલા વાક્યમાં કોઈ તેનો 'ભાઈ' બતાવે છે અને બીજા વાક્યમાં કોઈ 'પુજારીને' બતાવે છે. (મહત્વનું નથી કે આંગળી ચીંધીને બતાવે કે નાં બતાવે)
.
એટલે કે પેલા વાક્યમાં કોઈ દેખાડે છે કે ''જો..જો.. આંખો ફાડીને જો...આ મારો ભાઈ છે'' અને બીજા વાક્યમાં પણ કોઈ દેખાડે છે કે ''જો...જો...આંખો ફાડીને જો...પેલો પુજારી છે''.

હવે સમજી ગયા હશો કે Demonstrative એટલે કે 'દર્શક' શું છે.

તો હવે બીજું સમજીએ કે 'સર્વનામ' શું છે. (આ બધું જેટલું વહેલું સમજી લઈએ તેટલું ફાયદામાં છે...ભૈ મનેય કંટાળો આવતો જયારે હું પેલા આ બધું સમજતો ત્યારે પણ પછી ખબર પડી કે નુકસાન કેટલું ગયું'તું.)

સર્વનામ એટલે અગ્રેજીમાં કહેવાય 'Pronoun' બરાબરને કે જેને મૂળ લેટીન ભાષામાંથી લેવામાં આવ્યું છે અને ત્યારનો સ્પેલિંગ પણ અલગ થતો હતો તે આ મુજબ હતો - pronomen!! હવે તેને થોડી સરળ ભાષામાં સમજીએ... ''સર્વનામ એટલે એક એવો શબ્દ કે જે બીજા કોઈ શબ્દ, શબ્દસમૂહ, ઉપવાક્ય કે વાક્યની જગ્યાએ આરામથી વપરાય અને પાછો અર્થ પણ એવો ને એવો જ રહે''.

ઉપરથી ગયું...??? કઈ વાંધો નથી...હવે જુઓ આ ઉદાહરણ...

''વિરલે વીણાને વાટકી આપી'' - હવે આ વાક્યને તેના ત્રણ મુખ્ય નામ બદલીને પણ લખી શકાય... જેમ કે "તેણે તેને તે આપ્યું'' - એટલે કે જુઓ... અહી કશો અર્થ પણ બદલાતો નથી કારણ કે પહેલા સ્પષ્ટતા પણ થઇ ગઈ છે.

એટલે કે 'વિરલ', 'વીણા' અને 'વાટકી' - આ ત્રણ મુખ્ય નામોને સમજવા આપણે ત્રણ 'તેણે', 'તેને' અને 'તે'  જેવા સર્વનામો વાપર્યા.

આ ચેપ્ટરમાં પણ એવું જ છે... "જય મારો ભાઈ છે'' - આ વાક્યમાં મુખ્ય નામ ને બદલીને હું કહું કે ''જો... જો... આંખો ફાડીને જો.... '' મારો ભોઈ છે.''

તો ઉપરના વાક્યમાં મેં મુખ્ય નામ 'જય' ની જગ્યાએ '' નામનું સર્વનામ વાપર્યું કે જેને 'દર્શક' સર્વનામ કહે છે કારણ કે તેને દેખાડ્યું એટલે કે બતાડ્યું કે 'આ મારો ભાઈ છે'.


ઉદાહરણો;

This is Chaku. - આ ચકુ છે. (અહી ચકુ એ માણસનું નામ છે એટલે આર્ટીકલ 'A' આવશે નહિ)
That is a knife. - પેલું ચાકુ છે.

એટલે કે આ મુજબ સુત્ર રહેશે...

This | That + is + noun.(એટલે કે કોઈ નામ - પછી વિશેષણ સાથે હોઈ તો પણ વાંધો નહિ)

અહી ઉપર 'is' એટલા માટે છે કારણ કે 'This' | 'That' બંને એકવચન છે. એટલે કે તેમના પછી આવતો શબ્દ હંમેશા એકવચન રહેશે. જેમકે ઉપરના વાક્યમાં 'ચકુ' અને 'ચાકુ' - બંને એકવચન છે. (ચાકુ એટલે છરી હો ભૈ).

વધુ ઉદાહરણો જોઈએ...
1.આ માની શકાય એવું નથી. - This is not believable.| This isn't believable.

(believable - એટલે જ 'માની શકાય એવું')

(અહી ધ્યાન આપજો!! 'not' હંમેશા 'is' ને જ લાગશે કારણ કે 'is' એટલે 'છે' એવો અર્થ થાય છે... અને 'not' તેની સાથે જોડીને એવો અર્થ કરે છે કે 'છે નહિ'. અને એનું ટૂંકું રૂપ ''isn't''-''છે નહિ'' એવું થાય છે.)

2. પેલી મારી બહેનપણી છે. - That is my girlfriend.| That's my girlfriend.

(That is નું ટૂંકું રૂપ That's પણ થાય છે)

હવે અહી એતો ખબર પડી ને કે 'This' એટલે 'આ' અને 'That' એટલે 'પેલો', 'પેલી', 'પેલું', 'પેલા' એટલે કે જે 'આ' નથી એવું.

That is a clever boy. - એટલે 'પેલો હોશિયાર છોકરો છે.'
That is my mother. - એટલે 'પેલી મારી મમ્મી છે'.
That is a child - એટલે 'પેલું બાળક છે'.
That is my grandfather. - એટલે 'પેલા મારા આતા છે' (આતા એટલે દાદાજી હો ભૈ)

(Grandfather(ગ્રેન્ડફાધર) - Grandpa(ગ્રેન્ડપા) - Granddad(ગ્રેન્ડેડ) આ બધા જ શબ્દો દાદાજી - આતા -નાના માટે વપરાય છે.)

Thursday, October 14, 2010

શબ્દભંડોળ - શારીરિક અવયવો.

શરીરના અમુક અવયવોના નામ તો આપણને મોઢે હશે જ પણ અમુક યાદ રાખી રાખીને થાક્યા હોઈશું... આ રહ્યા માથા થી લઈને પગની પીંડી સુધીના શબ્દો અને એ પણ ઉચ્ચાર સાથે.(અને હા! અર્થ સાથે પણ)


Head           - હેડ - માથું

Forehead   - ફૉર્હેડ - કપાળ

Eyebrow     - આઇબ્રૉ - ભમ્મર - નેણ

Eye              - આઇ - આંખ

Eyelash       - આઇલેશ - પાંપણ

Nose           - નોઝ - નાક

Nostril         - નૉસ્ટ્રિલ - નસકોરું

Lip               - લિપ - હોઠ (Lip-stik - લિપ–સ્ટિક - હોઠ રંગવાની સળી)

Upper lip    - અપર લિપ - ઉપરનો હોઠ

Lower lip    - લોવર લિપ - નીચેનો હોઠ (Under lip - અંડર લિપ પણ કહેવાય છે)

Beard          - બીઅર્ડ - દાઢી

Chin            - ચિન - હડપચી (હડપચી માં ભાન નો પડતી હોય તો અહી ક્લિક કરો - હડપચીનો ફોટો)

Ear              - ઇઅર - કાન (Ear-ring - ઇઅર રિંગ એટલે કાનમાં પહેરવાના બુટીયાં, કડી, કે કંઈપણ)

Ear-drum    - ઇઅર ડ્રમ - કાનનો પડદો (નથી કે'તા કે કાનનો પડદો ફાડી નાખે એવો અવાજ આવે છે! હા, ઈ જ)

Cheek         - ચીક - ગાલ

Hair           - હેર - વાળ

Temple      - ટેમ્પલ - લમણું (ઘણી વખત વડીલો કહે છે ને કે.. શું લમણે હાથ દઈને બેઠો છો.)

Tongue      - ટંગ - જીભ

Mouth         - માઉથ - મોઢું, મોં (ડોક્ટર એમ કહે છે ને કે... મોઢું ખોલો... હં! બસ એ જ.)

Neck           - નેક - ગરદન | ડોક

Nape           - નેપ - બોચી (પચાલનું ગળું... 'બોચી પકડવી' યાદ આવ્યું!!)

Shoulder    - શોલ્ડર - ખભો

Face            - ફેસ - મોઢું, બહારના મોઢાનો ભાગ. (હવે... મોઢું ધોઈ નાખો... હં! બસ એ જ.)

Armpit         - આર્મ્પિટ - બગલ

Chest          - ચૅસ્ટ - છાતી (Breast - બ્રેસ્ટ - સ્ત્રીની છાતી)

Upper arm  - અપર આર્મ - કોણીથી ખભા સુધીનો હાથ

Forearm      - ફોરઆર્મ - કાંડાથી કોની સુધીનો હાથ

Fist              - ફીસ્ટ - મુઠ્ઠી

Finger         - ફિંગર - હાથની આંગળી

Thumb        - થમ્બ - હાથનો અંગુઠો

Palm            - પામ - હથેળી

Stomach     - સ્ટમક - પેટ

Navel          - નેવલ - નાંભી | ડુંટી

Groin          - ગ્રોઈન - પેટ અને જાંઘ વચ્ચેનો બેઠેલો ભાગ (પેડુ.... ઘણાને પેદુનો દુ:ખાવો હોય છે તે)

Back           - બૅક - માણસની પીઠ; પૂંઠ / વાંસો

Elbow         - એલ્બો - કોણી

Waist          - વેસ્ટ - કમર | કેડ (અરે બાપ રે...મારી કૈડ ભાંગી ગઈ)

Wrist          - રિસ્ટ - હાથનું કાંડું, પહોંચો; બાંયનો કાંડાવાળો ભાગ.

Buttock     - ટક - નિતંબ | કુલો


Thigh         - થાઇ - સાથળ

Knee          - ની - ઘૂંટણ

Calf            - કાફ - પગની પીંડી (ગોઠણથી થોડું જ નીચે જે જાડો ભાગ હોય તે..અરે જ્યાં ગોટલા ચડે તે)

Heel           - હીલ - પગની એડી

Foot           - ફૂટ - પગ, ચરણ, પગલું

Ankle         -  ઍંકલ - પગની ઘૂંટી

Instep        - ઇન્સ્ટેપ - આંગળાંથી ઘૂંટી સુધીનો પગનો ઉપરનો ભાગ

Toe            - ટો - પગનો અંગુઠો

મૂળ એ.બી.સી.ડી.

આપણે ઘણી વખત કોઈ સાથે લાંબા અંતરેથી ફોન પર વાત કરતા હોઈએ ત્યારે કોઈ શહેરનું કે બીજું કોઈ પણ નામ આપતી વખતે આપણે કહીએ છીએ કે એ...ફોર અમદાવાદ, બી... ફોર બરોડા, એસ... ફોર સુરત, એમ... ફોર મોબાઈલ, વગેરે... પણ અંગ્રેજીની દ્રષ્ટીએ આ ટેકનીક વેલીડ નથી. એક મહાન સંસ્થા એ એ માટે મૂળ અંગ્રેજીના શબ્દો એટલે કે આલ્ફાબેટ તૈયાર કર્યા છે અને એના મુજબ જ અંગ્રેજીના મોટા ભાગના સ્પેલ્લીંગ વાંચવા અને સમજવા સહેલા થઇ પડે છે તે નીચે મુજબ છે.

અને હવે એ મુજબ બોલવાની ટેવ રાખવી... કોઈ નાં સમજે તો પાછું હતા ત્યાં ને ત્યાં જ આવી જજો.. પણ ત્યાં સુધી આ યાદ રાખવા જેવું ખરું... કારણ કે અમેરીકાની અંદર લગભગ આ રીત જ બધા સમજે છે  અને વેલીડ પણ છે. (જો કોઈ આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરમાં જોબ કરવા જશો તો તમને આ ગોખવાનું પહેલા કહેશે.)

સંસ્થાનું નામ : NATO (North Atlantic Treaty Organization) phonetic Alphabet.
આ રહ્યા અંગ્રેજીના મૂળ એ, બી, સી...

મૂળ મૂળાક્ષરો   - ઉચ્ચારો

Alfa (Alpha)  - AL FAH
Bravo           - BRAH VOH
Coca            - CHAR LEE  or SHAR LEE
Delta            - DELL TAH
Echo            - ECK OH
Foxtrot        - FOKS TROT
Golf             - GOLF
Hotel           - HO TELL or HOH TELL
India            - IN DEE AH
Juliet           - JEW LEE ETT
Kilo             - KEY LOH
Lima            - LEE MAH
Mike            - MIKE
November    - NO VEM BER
Oscar           - OSS CAH
Papa            - PAH PAH
Quebec        - KEH BECK
Romeo         - ROW ME OH
Sierra           - SEE AIR RAH
Tango          - TANG GO
Union           - YOU NEE FORM  or OO NEE FORM
Victor          - VIK TAH
Whiskey       - WISS KEY
X-ray           - ECKS RAY
Yankee        - YANG KEY
Zulu                - ZOO LOO

જોયુંને, ભારતીય શબ્દો પણ કેટલા બધા છે... બસ આવી રીતે દુનિયાબહારના શબ્દો અંગ્રેજીમાં હોવાથી જ અંગ્રેજી બધાને ગમે છે. તો હવે એમ કહેવાનું રાખજો કે... એ...ફોર ... આલ્ફા. બી....ફોર....બ્રેવો.

Tuesday, October 12, 2010

Chapter - 1C - Zero Article

ઝીરો આર્ટીકલ એટલે એવું નહિ સમજતા કે શબ્દોની આગળ '૦' આવે, પણ એનો મતલબ એમ કે એવા શબ્દો કે જેમની આગળ કશું જ એટલે કે 'A', 'An' કે 'The' આવતા નથી.
નિયમ - ૧ - કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી કે પછી દુનિયાની કોઈ પણ ચીજ કે જેને કોઈ નામ અપાયા છે તેને કોઈ પણ જાતનો આર્ટીકલ લાગતા નથી.

જેમ કે... 
હું વ્યક્તિ છું અને મને નામ અપાયું છે - હર્ષ - તો મને આર્ટીકલ ના લાગે.

જેમ કે કોઈ ટ્રક છે અને તેને નામ અપાયું છે - છોટા હાથી - તો તેને આર્ટીકલ નાં લાગે.

જેમ કે કોઈ શહેર છે અને તેને નામ અપાયું છે અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ વગેરે - તો અહી આ અપાયેલા નામને કોઈ જ આર્ટીકલ લાગતો નથી.

જેમ કે તમારી પાસે એક ગાય છે અને તેને નામ આપ્યું છે - ગૌરી - તો પછી આ અપાયેલા કોઈપણ નામને આર્ટીકલ લાગતો નથી અને આ બધાને સીધા જ લખાય છે.
જેમ કે...
Harsh, Vimal, Chhota Haathi, Gauri, Ahmedabad, Rajkot
એટલે કે ખાસ નામને આર્ટીકલ લાગતો નથી.

નિયમ - ૨ - કોઈપણ સંબંધ દર્શાવતા નામને આર્ટીકલ નાં લાગે.
જેમ કે... 
Father, Mother, Uncle, Aunt, Sister, Brother, Mother-in-low, Cousin, nephew, niece.

નિયમ - ૩ - વાર, તહેવાર કે મહિનાના નામને પણ આર્ટીકલ નાં લાગે.
જેમ કે...
Sunday, Monday, Diwali, Holi, January, February, March, etc.

નિયમ - ૪ - રમત - ગમતના નામને પણ આર્ટીકલ નાં લાગે.
જેમ કે...
Cricket, Hockey, Tennis, Golf, Basket Ball, Volley Ball, Football, etc.

નિયમ - ૫ - રોગોના નામને આર્ટીકલ નાં લાગે.
જેમ કે...
Cholera, Malaria, Diabetes, Cancer, etc.

નિયમ - ૬ - ભાવ કે લાગણી દર્શાવતા શબ્દોને આર્ટીકલ નાં લાગે.
જેમ કે...
Love, Hope, Honesty, Pain, Happy, etc.

નિયમ - ૭ - પ્રવાહી કે દ્રવ્ય દર્શાવતા શબ્દોને પણ કોઈ આર્ટીકલ નાં લાગે.
જેમ કે...
Water, Petrol, Milk, Silver, Gold, etc.

નિયમ - 8 - કોઈપણ ભાષાઓના નામને આર્ટીકલ નાં લાગે.
જેમ કે...
Sanskrit, Gujarati, Hindi, English, Spanish, French, etc.