અંગ્રેજીમાં આ બે શબ્દોને Demonstrative Pronoun(ડિમાન્સ્ટ્રટિવ પ્રોનાઉન) કહે છે અને એનું ગુજરાતી "દર્શક સર્વનામ" એવું થાય છે.
હવે 'દર્શક' એટલે શું? - 'દર્શક' એટલે કે Demonstrative એટલે દેખાડનારું કે બતાડનારું... એટલે કે જે કંઈક 'દેખાડતું' હોય અથવા 'બતાડતું' હોય.
જેમ કે આપણે એમ કહીએ કે 'આ મારો ભાઈ છે' અથવા 'પેલો પુજારી છે'. એટલે કે પેલા વાક્યમાં કોઈ તેનો 'ભાઈ' બતાવે છે અને બીજા વાક્યમાં કોઈ 'પુજારીને' બતાવે છે. (મહત્વનું નથી કે આંગળી ચીંધીને બતાવે કે નાં બતાવે)
.
એટલે કે પેલા વાક્યમાં કોઈ દેખાડે છે કે ''જો..જો.. આંખો ફાડીને જો...આ મારો ભાઈ છે'' અને બીજા વાક્યમાં પણ કોઈ દેખાડે છે કે ''જો...જો...આંખો ફાડીને જો...પેલો પુજારી છે''.
હવે સમજી ગયા હશો કે Demonstrative એટલે કે 'દર્શક' શું છે.
તો હવે બીજું સમજીએ કે 'સર્વનામ' શું છે. (આ બધું જેટલું વહેલું સમજી લઈએ તેટલું ફાયદામાં છે...ભૈ મનેય કંટાળો આવતો જયારે હું પેલા આ બધું સમજતો ત્યારે પણ પછી ખબર પડી કે નુકસાન કેટલું ગયું'તું.)
સર્વનામ એટલે અગ્રેજીમાં કહેવાય 'Pronoun' બરાબરને કે જેને મૂળ લેટીન ભાષામાંથી લેવામાં આવ્યું છે અને ત્યારનો સ્પેલિંગ પણ અલગ થતો હતો તે આ મુજબ હતો - pronomen!! હવે તેને થોડી સરળ ભાષામાં સમજીએ... ''સર્વનામ એટલે એક એવો શબ્દ કે જે બીજા કોઈ શબ્દ, શબ્દસમૂહ, ઉપવાક્ય કે વાક્યની જગ્યાએ આરામથી વપરાય અને પાછો અર્થ પણ એવો ને એવો જ રહે''.
ઉપરથી ગયું...??? કઈ વાંધો નથી...હવે જુઓ આ ઉદાહરણ...
''વિરલે વીણાને વાટકી આપી'' - હવે આ વાક્યને તેના ત્રણ મુખ્ય નામ બદલીને પણ લખી શકાય... જેમ કે "તેણે તેને તે આપ્યું'' - એટલે કે જુઓ... અહી કશો અર્થ પણ બદલાતો નથી કારણ કે પહેલા સ્પષ્ટતા પણ થઇ ગઈ છે.
એટલે કે 'વિરલ', 'વીણા' અને 'વાટકી' - આ ત્રણ મુખ્ય નામોને સમજવા આપણે ત્રણ 'તેણે', 'તેને' અને 'તે' જેવા સર્વનામો વાપર્યા.
આ ચેપ્ટરમાં પણ એવું જ છે... "જય મારો ભાઈ છે'' - આ વાક્યમાં મુખ્ય નામ ને બદલીને હું કહું કે ''જો... જો... આંખો ફાડીને જો.... 'આ' મારો ભોઈ છે.''
તો ઉપરના વાક્યમાં મેં મુખ્ય નામ 'જય' ની જગ્યાએ 'આ' નામનું સર્વનામ વાપર્યું કે જેને 'દર્શક' સર્વનામ કહે છે કારણ કે તેને દેખાડ્યું એટલે કે બતાડ્યું કે 'આ મારો ભાઈ છે'.
ઉદાહરણો;
This is Chaku. - આ ચકુ છે. (અહી ચકુ એ માણસનું નામ છે એટલે આર્ટીકલ 'A' આવશે નહિ)
That is a knife. - પેલું ચાકુ છે.
એટલે કે આ મુજબ સુત્ર રહેશે...
This | That + is + noun.(એટલે કે કોઈ નામ - પછી વિશેષણ સાથે હોઈ તો પણ વાંધો નહિ)
અહી ઉપર 'is' એટલા માટે છે કારણ કે 'This' | 'That' બંને એકવચન છે. એટલે કે તેમના પછી આવતો શબ્દ હંમેશા એકવચન રહેશે. જેમકે ઉપરના વાક્યમાં 'ચકુ' અને 'ચાકુ' - બંને એકવચન છે. (ચાકુ એટલે છરી હો ભૈ).
વધુ ઉદાહરણો જોઈએ...
1.આ માની શકાય એવું નથી. - This is not believable.| This isn't believable.
(believable - એટલે જ 'માની શકાય એવું')
(અહી ધ્યાન આપજો!! 'not' હંમેશા 'is' ને જ લાગશે કારણ કે 'is' એટલે 'છે' એવો અર્થ થાય છે... અને 'not' તેની સાથે જોડીને એવો અર્થ કરે છે કે 'છે નહિ'. અને એનું ટૂંકું રૂપ ''isn't''-''છે નહિ'' એવું થાય છે.)
2. પેલી મારી બહેનપણી છે. - That is my girlfriend.| That's my girlfriend.
(That is નું ટૂંકું રૂપ That's પણ થાય છે)
હવે અહી એતો ખબર પડી ને કે 'This' એટલે 'આ' અને 'That' એટલે 'પેલો', 'પેલી', 'પેલું', 'પેલા' એટલે કે જે 'આ' નથી એવું.
That is a clever boy. - એટલે 'પેલો હોશિયાર છોકરો છે.'
That is my mother. - એટલે 'પેલી મારી મમ્મી છે'.
That is a child - એટલે 'પેલું બાળક છે'.
That is my grandfather. - એટલે 'પેલા મારા આતા છે' (આતા એટલે દાદાજી હો ભૈ)
(Grandfather(ગ્રેન્ડફાધર) - Grandpa(ગ્રેન્ડપા) - Granddad(ગ્રેન્ડેડ) આ બધા જ શબ્દો દાદાજી - આતા -નાના માટે વપરાય છે.)
ડિક્શનરિ માટે અહી ક્લિક કરો - ગુજરાતી ડિક્શનરિ - હિન્દી ડિક્શનરિ
That is a clever boy. - એટલે 'પેલો હોશિયાર છોકરો છે.'
That is my mother. - એટલે 'પેલી મારી મમ્મી છે'.
That is a child - એટલે 'પેલું બાળક છે'.
That is my grandfather. - એટલે 'પેલા મારા આતા છે' (આતા એટલે દાદાજી હો ભૈ)
(Grandfather(ગ્રેન્ડફાધર) - Grandpa(ગ્રેન્ડપા) - Granddad(ગ્રેન્ડેડ) આ બધા જ શબ્દો દાદાજી - આતા -નાના માટે વપરાય છે.)
ડિક્શનરિ માટે અહી ક્લિક કરો - ગુજરાતી ડિક્શનરિ - હિન્દી ડિક્શનરિ
''તમારી જેવું બધા અંગ્રેજી શિક્ષકો જો વિચારે તો પુરા ગુજરાતમાં નહિ પણ પુરા ભારતમાં કોઈ અંગ્રેજી શીખ્યા વગરનો ના રહે''
ReplyDeletei am very Enjoyed
ReplyDeleteHarry potter jem tena ma mahir che tem,
ReplyDeleteHarry Patel pan English Teach karava ma Mahir che.
This very good and all person can understand.