Bravelife Inc.

Bravelife Inc.
તમે માનો છો એટલું આ દુનિયામાં કંઈ અઘરું પણ નથી...(અંગ્રેજી પણ...) - Bravelife Inc

Sunday, September 26, 2010

પહેલા શું ભણીશું?

સ્વાગત છે આપનું...

નીચે થોડીક યાદી આપું છું એ મુજબ આપણે એક પછી એક ચેપ્ટર લેતા જાશું. (જો જો હો...આ આખી યાદી નથી - આખી યાદી જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તેમ તમને આપતો જઈશ.)

1. સૌથી આપણે જોઈશું કે આર્ટીકલ શું છે.- આર્ટીકલ - A/An અને The (આપણે અહી જોઈશું કે આ બંને આર્ટિકલનો ખરો ઉપયોગ શું છે. - અહી ખાસ નોંધવું કે આર્ટિકલ મૂળ બે જ છે. એક The અને બીજો A અથવા An. ખાસ જો જો કે A અને An તો બસ અથવામાં જ છે. એનો મતલબ એમ કે એક જગ્યાએ કાં તો A આવે અથવા An આવે. - ના સમજાયું હોય તો ડાચું નાં બગાડતા... આપણે જયારે ચેપ્ટર શીખીશું ત્યારે આવડી જશે.)

2. ત્યાર પછી આપણે વાક્યો બનાવવાની શરૂઆત કરીશું...એટલે કે જે આર્ટીકલ આપણે શીખ્યા તેને વાક્યોમાં કઈ રીતે વાપારવા તે જોઈશું... અને તેના માટે આપણે This (આ) અને That (પેલું - એટલે કે "આ" નહિ તેવું.) નામનું ચેપ્ટર શીખીશું.

3. હવે સીધી જ જરૂર પડશે આપણને એકમાંથી બે કરવા માટે શું કરવું તેની...જેમકે આપણે લગ્ન કરીને બે પાંદડે થઇએ છીએ અને તેના માટે જે કંઈ વિધિ આવે... તેવી રીતે શબ્દોને (અંગ્રેજી શબ્દોને હો ભૈ) બહુવચન માં ફેરવવા શું વિધિ કરવી પડે તે જોવા માટે આપને અંગ્રેજી ચેપ્ટર કે જે "Singular - Plural" નાં નામે ઓળખાય છે તેને શીખીશું. (Singular - સિંગ્યુલર - એકવચન) (Plural - પ્લુરલ - બહુવચન).

4. ત્યાર પછી આગળ શીખેલા ચેપ્ટરને (This ને That) ને બહુવચન કરીને શીખીશું એટલે કે (These - Those). એટલે એમ કે જો આપણે એમ કહીએ કે ''આ એક બાઘડો છે." (બાઘડો એટલે શું? જો આવો પ્રશ્ન થતો હોય તો બિલાડીને પૂછવું કે તમારા પતિદેવનું નામ શું?)
''આ એક બાઘડો છે." - આ એક વચન વાક્ય છે... હવે બહુવચન વાક્ય "આ બે બાઘડા છે" નું અંગ્રેજી કેમ બનાવવું તે શીખીશું.



બસ પહેલી બેઠકમાં આટલી યાદી બસ છે નહીતર પાછો તમને કંટાળો આવી જશે. આ માત્ર યાદી છે. હવે તે મુજબ આપણે આગળ વધીશું.

જો ભૈ એક વાત ચોખ્ખી કહી દવ કે આ બધા ચેપ્ટર કે જેની આપણે ઉપર યાદી જોય તે મુજબ જ હું આગળ વધીશ પણ ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે મજા આવી જાય તો યાદીનો ખ્યાલ પણ ના રહે અને બીજે આગળ વધી જવાય તો માફ કરજો. હાં, ચોક્કસ એમાં તમને મજા જ આવશે. ઊલટાની વધારે માહિતી મળશે અને નવું જાણવા મળશે તે અલગ.

તો ત્યાર રે'જો હો... નાળીયેર વધેરીને. (કાં ભૈ આપણે કંઈ પણ નવું કરીએ તો નાળીયેર નથી વધેરતા??? - વધેરો તો પ્રસાદી તો આપજો, મારા સમ જો નાં વધેરો તો.)

No comments:

Post a Comment