હું હજુ પણ મુજવણ માં છું કે અંગ્રેજી માં શરુઆત ક્યાંથી કરવી... જયારે પણ નવી બેચ શરુ થાય ત્યારે આ એક હંમેશા મારી મુંજવણ રહી છે તેમ કહી શકાય...
સૌથી પહેલા તો મારે એ વાત કરવી છે કે આપણે એક જ એવી પ્રજા છીએ કે જેને ગુજરાતી એક માતૃભાષા તરીકે બોલવાની શરમ અનુભવીએ છીએ. આ એક ખરેખર શરમની વાત છે. તમે જુઓ કે વિદેશોમાં કે ભારતમાં ગમે ત્યાં... અરે ભારતની ક્યા વાત કરો છો... ગુજરાતમાં જ આપણે ગુજરાતી બોલવાની શરમ અનુભવીએ છીએ. પાંચ જણા ઉભા હોય તો અંગ્રેજી બોલી આપણે ફાંકો પાડવાનો પ્રયત્ન જરૂર કરીશું. તમે જુઓ મરાઠીઓ, બંગાળીઓ, પંજાબીઓ કે રાજસ્થાની પ્રજા કે અન્ય કોઈ ભારતીય કે વિદેશી પ્રજા જયારે પણ અને જ્યાં પણ એક બીજાને મળશે એ પોતાની મરાઠી, બંગાળી, સ્પેનીશ, ફ્રેંચ કે પંજાબીમાં બિન્દાસ્ત વાત કરશે અને જયારે આપણે ક્ષોભ અનુભવીએ છીએ. આપણે અંગ્રેજી આવડી જવાથી જાણે દુનિયા જીતી લીધી એવું માનીએ છીએ. ખરેખર એ ખોટું છે. (ખરેખર આ ટેવ સુધારવી જ જોઈએ - તમોને આ વાત ખરેખર ગળે નહિ ઉતારે એટલે જવા દો... આપણે આગળ જઈએ...)
હમણા જ એવું થયું...(૨૪ સપ્ટેમ્બર ૨૦૧૦ ના રોજ ) એક મારો જાપાનીઝ મિત્ર સતત મારી ઓરકૂટ પરની પોસ્ટ જોઇને ગુજરાતી વાંચવાની કોશિશ કરતો (ખબર નહિ ઈ ભારત આવ્યો'તો એવું એણે મને કીધું હતું - કદાચ અહી આવીને આપણું કાઠીયાવાડી ભાણું ખાધું હશે) અને બરાબર તે દિવસે હું ઓનલાઈન હતો એટલે એણે મને પૂછ્યું કે તમે આ રોજ જે બ્લોગ લાખો છો (હું જે વર્ડપ્રેસ માં બ્લોગ લખું છું તે) તેમાં મને કંઈ ટપ્પો પડતો નથી... મેં કીધું કે ભઈલા ટપ્પો પડશે પણ નહિ... એના માટે તારે અહી બીજો જન્મ લેવો પડે... એણે મને પાછું પૂછ્યું કે તમે મને ગુજરાતી શીખવાડી શકો?... મેં કીધું હા... કેમ નહિ....મારા બાપાનું શું જાય છે... પાછો મને કહે કે હું તમોને જાપાનીઝ શીખવાડીશ જો તમે મને ગુજરાતી શીખવાડો... મેં કીધું વાંધો નહિ...(મનમાં કીધું કે તું જાપાનીઝ ભૂલી જઈશ જો ગુજરાતી શીખવાનું ચાલુ કર્યું ને તો...). અને ખાસ નોંધવા જેવી વાત એ છે કે એણે મને પૂછ્યું કે "ગાંધીજી ગુજરાતી બોલતાને હેં?" (મારી પાસે થોડી વાર બોલવા માટે કોઈ શબ્દો જ નાં રહ્યા)
ગુજરાતી એક મહાન ભાષા છે કારણ કે મારી માત્રુભાષા છે, મને ગુજરાતી બોલવું અને વાંચવું ગમે છે, હું જરૂર પડે ત્યાજ બીજી મને આવડતી ભાષાઓનો ઉપયોગ કરું છું (મને સ્પેનીશ અને થોડી ઘણી ફ્રેંચ આવડે છે.) બાકી મોટાભાગે ગુજરાતી અને એ પણ કાઠીયાવાડી બોલવાનો મોકો ક્યારેય જવા દેતો નથી... મને ગમે ત્યાં - ખાસ કરીને પાંચ જણાની વચ્ચે અંગ્રેજી બોલીને ફાંકો મારવાની જરા પણ ટેવ નથી. હાં, કોઈપણની સામે કે જેઓ એન.આર.આઈ. હોય કે કોઈ બીજો વિદેશી તેઓની સામે ગુજરાતી બોલીને ફાંકો મારવાની મને બહુ મોટી ટેવ છે. (મને ગુજરાતી આવડે છે એ બીજાને બતાવવાની મને જબરી વિચિત્ર ટેવ છે.)
કહેવાય છે કે અંગ્રેજી એક સ્થળાંતાર પામેલી (અને પામતી) ભાષા છે, જુદા જુદા દેશોના જુદા જુદા અને શબ્દો - શબ્દસમૂહોનો તેમાં ભરપુર ઉપયોગ થયો છે અને તેટલે જ તો વળી બધાને એ પસંદ આવે છે.
કહેવાય છે કે અંગ્રેજી એક સ્થળાંતાર પામેલી (અને પામતી) ભાષા છે, જુદા જુદા દેશોના જુદા જુદા અને શબ્દો - શબ્દસમૂહોનો તેમાં ભરપુર ઉપયોગ થયો છે અને તેટલે જ તો વળી બધાને એ પસંદ આવે છે.
હું એ બાબતમાં સ્પષ્ટ છું કે મને ક્યારેય ભણવું ગમતું નહિ...(ખબર નહિ કેમ પણ શીખવું બહુ જ ગમતું - મને લાગે છે કે ભણવામાં અને શીખવામાં કંઈક તો ફરક છે.) અને એટલું જ મને ભણાવવા કરતા શીખવવું વધારે ગમે છે... આ એક જબરી વિચિત્રતા છે મારી સામે...
મને એ વાત સમજાતી નથી ઘણા વિદ્યાર્થીઓ કે શીખવા આવનારાઓ કહે છે કે અમોને એ, બી, સી, ડી, થી શીખવાડજો - અને પાછા આપણે એમ કહીએ કે મલ્લિકા શેરાવત નું અંગ્રેજી કરો તો પછી પાછા પડતા નથી. તો પણ હું એવો પ્રયાસ કરીશ કે બને ત્યાં સુધી પહેલેથી જ બધું સમજાવીશ... મારી પાસે રસપ્રદ ઉદાહરણોનો ઢગલો હશે... અને એ પણ સાવ સદી ગુજરાતી - કાઠીયાવાડીમાં.... અને એ પણ તમારી અને મારી રોજીંદા જીવનમાં વાપરતા હોય તેવા.
તમારે માત્ર એટલું જ કરવાનું છે - અને એ છે - રસ લેવો...(જો કે રસ પડશે જ) ... કારણ કે જો રસ જ નાં હોય તો ૫૦૦ વર્ષ સુધી રામાયણની કથા થાય તો પણ કોણ રામ ને કોણ સીતા જેવું થાય... અને ખાસ એ વાત મગજ માં ઉતારજો કે અંગ્રેજી બાય કે ભાઈ ને ગુજરાતી લૂગડાં પહેરાવીએ તો એ કંઈ ગુજરાતી નાં થાય જાય... અને આપણે શૂટ પહેરીએ તો અમેરિકન ના થાય જાય... એટલે કહેવાનો મતલબ એમ કે અંગ્રેજીને અંગ્રેજીની રીતે સમજવી પડે અને ગુજરાતીને ગુજરાતીની રીતે, જેમ કે ગાંઠિયા, ભજીયા, પૂરી, ઊંધિયું, શીરો, આ બધા આપણા શબ્દો છે... તમે આને મારી-તોડીને અંગ્રેજી બનાવો તો પછી બરાક ઓબામાં પાઘડી - પનીયું ને ધોતીં પહેરીને વિધાનસભામાં જાય તેવું થાય...એ તો આપણા ગુજરાતી ગાંધીજી કે સરદારને શોભે... (આ બધું એટલા માટે કહેવું પડે છે કારણ કે હમણા એક વિદ્યાર્થીની મારી પાસે આવી ને કહે સર, મને પાણીપૂરી નું અંગ્રેજી આવડી ગયું... મેં કીધું શું થાય... તો કહે... વોટરબાઉલ -Water Bowl)
અને હાં, તમને જો કોઈ પ્રશ્ન થાય તો તમે મને ઈ-મેઈલ કરીને પેટ છૂટી વાત કરી શકો છો.
હું ક્યારેક રોજ નવા ચેપ્ટર મૂકી શકું એવું કદાચ ના પણ બને તો માફ કરજો કારણ કે હું ઘણા બધા કર્યો સાથે જોડાયેલો છું, હાં, બને તેટલી કોશિશ કરીશ કારણ કે ગમે તેમ કરીને પણ ભણાવવા માટેનો સમય તો કાઢી જ લવ છું.
બસ વધારે પ્રસ્તાવના લખવી મને કંટાળા જનક લાગે છે...
(એ... ક્યા જાવ છો... હજુ એક માફી માગવી છે... જો ક્યારેક ટાઈપીંગ માં જો કોઈ ભૂલ થય જાય તો મહેરબાની કરીને માફ કરી દેજો - કારણ કે ટાઈપીંગ હું પોતે જ કરતો હોઉં છું.)
ડિક્શનરિ માટે અહી ક્લિક કરો - ગુજરાતી ડિક્શનરિ - હિન્દી ડિક્શનરિ
No comments:
Post a Comment